ગુજરાતને સમુદ્ર કાંઠાનો લાભ મળેલ છે, અને એ કાંઠા પર વેરાવળ, મહુવા, ભાવનગર, ધોલેરા, ખંભાત, ભરુચ, દહેજ, સુરત અને વલસાડ જેવા દેશ વિદેશમાં જાણીતા બંદર ખીલ્યા છે. તેમાય જેના વહેપાર અને વહાણવટાના ઈતિહાસની વિપુલ માહિતી ઉપલબ્ધ હોય તેવા બે બંદરો ખંભાત અને સુરત બંને એક મોટા અખાતમાં આવેલા છે. અને અખાતના મથાળા પર બીજું અખાતના મુખ પર મહાસાગર સંગમ સમીપે વસેલું ખંભાત સોલંકી કાળમાં સ્તંભતીર્થ તરીકે જાણીતું હતું. ગુજરાતના સુલતાનને તથા હિન્દના બાદશાહને ખંભાતના રાજા તરીકે ઓળખવામાં આવે એવી ખંભાતની દેશ વિદેશમાં ખ્યાતિ હતી. ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શહેરોમાનું એક ખંભાત છે.
ઈ.સ. આઠમી સદીમાં ખંભાત વસેલું એમ વિદ્ધવાનો માને છે. ખંભાતનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઈ.સ. ૯૧૫ નો છે. ત્યારે ખંભાત પગરખાં તથા નીલમ માટે ખ્યાતિ ધરાવતું થઈ ચૂક્યું હતું. સોલંકી કાળ ઈ.સ. ૯૪૨ થી ૧૩૦૪ માં સ્તંભતીર્થની સારી જાહોજલાલી હતી. મુગલ બાદશાહ અકબરે ઈ.સ. ૧૫૭૨-૭૩માં ગુજરાત જીત્યું અને ગુજરાતના સુલતાનોની જગ્યાએ મુગલ બાદશાહોની હૂકુમત સ્થપાઈ. ૧૮મી સદીમાં મુગલ સત્તા નબળી પડતાં ખંભાતના હાકેમોએ પોતાની સત્તા જમાવી. ખંભાતના નવાબોની હૂકુમત ઈ.સ. ૧૯૪૮ માં ખંભાત ભારત સંઘમાં જોડાઈ મુંબઈ રાજયમાં વિલીન થયું ત્યાં સુધી ચાલુ હતી.
વિશાળ ભારત વર્ષના પ્રાચીન સ્થાનમા સેકડો વર્ષોથી ખંભાત એનું સ્વતંત્ર અસ્તિત્વ અનેક ક્ષેત્રે સાચવી રહ્યું છે. અને અદભૂતતા એ છે કે ખંભાત અસામાન્ય કોટીની ચડતી પડતીના મોજાઓ માંથી પસાર થયેલું છે.
ખંભાત નગરપાલિકા, ખંભાત
તારીખ ૦૫ મી જૂન ૨૦૧૭ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ખંભાત નગરપાલિકા દ્વારા કરવામાં આવી અને ભારત સરકારશ્રી તરફથી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અન્વયે ભીનો કચરો તથા સૂકો કચરો એકત્ર કરવા માટે લીધો તથા વાદળી ડસ્ટબીન ડબ્બાનું ખંભાત મત વિસ્તારના માન.ધારાસભ્યશ્રી સંજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવ્યું. નગરપાલિકાના પ્રમુખશ્રી , એક્જીક્યુટીવ કમીટીના ચેરમેનશ્રી, નગરપાલિકાના વિવિધ કમીટીના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ,કર્મચારીગણ તથા શહેરના નગરજનોએ સ્વચ્છ ભારત મિશનમાં....
Read More