ખંભાત નગરપાલિકાનો ઇતિહાસ

ખંભાત નગરપાલિકાનો ઇતિહાસ

જ્યારે બ્રિટિશ સામ્રાજ્યમાં લોર્ડ સ્પિન વાઇસરોય હતાં ત્યારે ખંભાતમાં મહુંમ નવાબસાહેબ જાફરઅલીખાન સાહેબ તખતનશીન હતાં. તેમનો શાસનકાળ(ઇ.સ. ૧૮૮૦ થી ૧૯૧૫ સુધી) માં પ્રજાને અનેક પ્રકારની સુખસગવડો પ્રાપ્ત થાઈ છે.

પિતાના સમયમાં (મહુંમ નવાબ હુસેનયાવરખાનના ૧૮૪૧-૧૮૮૦) શહેરને અંગે એટલું જ કામ થતું કે ચોમાસું ગયા પછી પાણીથી પડેલા મોટા મોટા વહેળા  'ચબુતરા'  ના માણસો મોકલી દુરસ્ત કરાવતા, આ સિવાય પ્રજાના સુખ માટેનું કોઈ કાર્ય ન થતુ.

શ્રી મહુંમ નવાબ જાફરઅલીખાન ગાદી પર આવ્યા તે વખતે તેમના દિવાન  શામરાવ નારાયણ લાડે(ઇ.સ. ૧૮૮૦-૧૮૮૩ અને બીજી વખત ૧૮૮૫-૧૮૯૦)  ખંભાતમાં પાણી છંટાવવાનું તથા રસ્તા ઉપર ફાનસો મૂકવવાનું કામ શરૂ કરુ.ગુજરાતી નિશાળો પણ શરૂ કરી.અહી સુધારાના બીજ રોપાયાં હતા.તેમણે બીજા ખાતાની પેઠે એક ખાતું કાઢુયું તેને 'સુધરાઇ ખાતું' કહેતા. તેનો સધળો વહીવટ સરકાર જ કરતી.તેના ઉપરીને 'દરોગા' કહેતા.

પછી દિવાન તરીકે શ્રી માધવરાવ હરીનારાયણ વ્યાસ આવ્યા.(તા.૧૭-૭-૧૮૯૪ થી તા.૨-૭-૧૯૧૩) તેઓ ખંભાત રાજ્યમાં પ્રથમ રેવન્યુ અધિકારી હતાં તે દરમિયાન એમની મહેનત,હોશિયારી,દાનાઈ અને ઈમાનદારીથી રેવન્યુ ખાતામાં ઘણાં જ સુધારા કર્યા, એમની સારી નોકરીથી ખુશ થઈ ના.મ નવાબસાહેબ જાફરઅલીખાનને તેમને દિવાનગીરી આપી હતી. આ દિવાન સાહેબ ખંભાત શહેરને આપેલી ભેટમાંની આ અમૂલ્ય ભેટ તે આજની નગરપાલિકા પ્રથમ નિમાયેલા મેમ્બર : ઇ.સ ૧૯૦૯ દીવાન શ્રી માધવરામે તા.૧૩-૧૧-૧૯૦૯ થી નીચેના મેમ્બરોની નિમણુક કરી અને તા.૧-૧૨-૧૯૦૯(વિ.સ. ૧૯૬૬ના કારતક વદ ૪ બુધવાર) થી કાર્યનો પ્રારંભ થયો.  

 

ખંભાત નગરપાલિકાના પ્રમુખો સને.૧૯૦૯ થી પ્રમુખો.
સરકાર તરફથી પ્રમુખ નિમાતા હતાં.સને.૧૯૦૯-૧૯૪૩
શ્રી મણિભાઈ ગુલાબભાઈ દેસાઇ ૧૯૦૯
શ્રી ઝીયાઉદીન ૧૯૧૩
શ્રી મોતીભાઈ ઓતાભાઈ પટેલ ૧૯૧૪-૨૧
શ્રી ધીરજલાલ એચ. દેસાઇ ૧૯૨૧-૨૬
શ્રી નંદલાલ નાથાલાલ રાવલ ૧૯૨૬-૩૦
શ્રી વાસુદેવ ભાઉજીભાઈ મહેતા ૧૯૩૦-૩૧
શ્રી ફેઝ મોહંમદ ખાન ૧૯૩૧-૩૨
શ્રી જહાંગી રૂસ્તમજી જસાવાળા ૧૯૩૩-૩૪
શ્રી અકબરઅલી એ નાગોરી ૧૯૩૪-૪૩